અપલખણા વાંદરાને ખતરનાક કિંગ કોબ્રા સાપની સળી કરવી ભારે પડી ગઈ, સાપે પછી વાંદરા સાથે કંઈક એવું કર્યું કે… વિડીયો જોઈને રુવાડા ઊભા થઈ જશે…

Published on: 12:34 pm, Thu, 25 May 23

Monkey VS King Cobra: સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. તમે સોશિયલ મીડિયા પર કેટલાય તોફાની પ્રાણીઓના વિડીયો જોયા હશે. તોફાની પ્રાણીઓનું નામ આવે એટલે વાંદરાનું નામ તો પહેલા જ હોય છે. કોઈને હેરાન કરવાના કામમાં વાંદરો પહેલા નંબરે આવે છે.

તમે ઘણી એવી જગ્યાઓ જોઈ હશે જ્યાં મોટી સંખ્યામાં વાંદરાઓનું ટોળું હોય છે અને તેઓ ત્યાંથી આવતા જતા લોકોને હેરાન-પરેશાન કરતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આ વીડિયોમાં વાંદરો હોય મનુષ્યની નહીં પરંતુ ખતરનાક કિંગ કોબરા સાપની સળી કરતો નજરે પડી રહ્યો છે.

મિત્રો કિંગ કોબ્રા સાપને દુનિયાનો સૌથી ખતરનાક સાપ માનવામાં આવે છે. સાપને જોઈને લોકો ભાગી જતા હોય છે. પરંતુ એક તોફાની વાંદરો ખતરનાક સાપની સળી કરતો નજરે પડી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સાપ ફેણ ફેલાવીને બેઠેલો નજરે પડી રહ્યો છે, આ દરમિયાન સાપની સામે ઊભેલો વાંદરો સાપની પૂંછડી ખેંચીને તેને હેરાન પરેશાન કરતો નજરે પડી રહ્યો છે.

વાંદરો સાપની અનેક વખત સળી કરે છે. ત્યારે સાપને ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને વાંદરાને ડંખ મારવાના પ્રયાસો કરે છે. પરંતુ જ્યારે સાપ ડંખ મારવા આવે ત્યારે વાંદરો ત્યાંથી દૂર ભાગી જાય છે. આ સમગ્ર દ્રશ્યો એક વ્યક્તિએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા. વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે વાંદરો પાલતુ હશે કારણ કે તેના ગળામાં પટ્ટો બાંધેલો નજરે પડી રહ્યો છે.

હાલમાં વાંદરા અને સાપનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો instagram પર shonyakam નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે. વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો