માંડવીના ખેડપુર નજીક એક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર યુવકને લગાવી જબરદસ્ત ટક્કર – યુવકનું કરુણ મૃત્યુ…

Published on: 2:35 pm, Sat, 5 February 22

માંડવીના ખેડપુર તાપી બ્રિજ પર એક અજાણ્યા વાહન ચાલકને બાઈક ચાલક યુવકને જબરદસ્ત પર લગાવતા યુવક હવામાં ફંગોળાઈ ગયો. આ ઘટનામાં બાઇક ચાલકનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારના રોજ રાત્રીના સમયે બની હતી.

ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઉપરાંત અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ દિવ્ય હતું.

તે એક ગેસ પંપનો કર્મચારી હતો. મળતી માહિતી અનુસાર ઘટના શુક્રવારના રોજ રાત્રે 8.15 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માત બન્યો ત્યારબાદ ઇજાગ્રસ્ત દિવસની તાત્કાલિક સારવાર માટે માંડવી રેફરલ બાદ સરદાર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

ત્યાંથી વધુ સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર દિવ્યેશ વરજાખન ગામના મોરા ફળિયાનો રહેવાસી હતો.

મળતી માહિતી અનુસાર બે ભાઈઓ માંથી દિવ્યેશ નાનો ભાઈ હતો. તેના પિતા રત્નકલાકાર તરીકે કામ કરે છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માંડવીના ખેડપુર નજીક એક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર યુવકને લગાવી જબરદસ્ત ટક્કર – યુવકનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*