ગાંધીનગરના સુપ્રસિદ્ધ વૈષ્ણોદેવી મંદિરમાંથી એક અજાણ્યા વ્યક્તિએ 3.86 લાખ રૂપિયાની કરી ચોરી – જુઓ લાઇવ ચોરી નો વિડીયો

85

આજકાલ ચોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ગાંધીનગરની એક ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગાંધીનગરના એસ.જી હાઇવે પર આવેલા સુપ્રસિદ્ધ વૈષ્ણોદેવી મંદિર માં એક અજાણ્યા વ્યક્તિએ 3.86 લાખ રૂપિયાની ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ સમગ્ર ચોરીની ઘટના નો વિડીયો મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો છે. મળતી માહિતી મુજબ એક વ્યક્તિ મંદિરના મુખ્ય ઉપરના ગર્ભ ગૃહના દરવાજાનો નકુચો તોડી અંદર ઘુસ્યો હતો.

ત્યારબાદ માતાજી ની આગળ મૂકેલી 6 ચાંદીના યંત્ર કિંમત રૂપિયા 1.80 લાખ, 8 ચાંદીની પાદુકા કિંમત 1.92 લાખ, ચાંદીનું ચુર કિંમત 12 હજાર સહિત કુલ 3.86 લાખ રૂપિયા ની વસ્તુઓ લઈને ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક અજાણી વ્યક્તિ મોઢા પર રૂમાલ બાંધીને મંદિરની અંદર ઘૂસી છે ત્યારબાદ ભૂલભૂલૈયા ગુફા સહિત અન્ય જગ્યાએ પણ ફરી છે.

મંદિરમાં ઘૂસેલો વ્યક્તિ માતાજીના ચાંદીના યંત્ર અને પાદુકા સહિત કુલ 3.86 લાખ રૂપિયાની ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ મંદિરમાંથી કીમતી વસ્તુઓની ચોરી કરીને ત્યાંથી રફુચક્કર થઇ જાય છે.

ઘટનાની જાણ થતા અડાલજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવે છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસે ચોરી કરનાર વ્યક્તિ ને પકડવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!