ચાર રસ્તા ક્રોસ કરતી વખતે એક બેકાબૂ ટ્રક ચાલકે બાઈકચાલકને લગાવી ટક્કર, બાઈક ચાલકનું મૃત્યુ… જુઓ લાઇવ અકસ્માત નો વિડીયો

68

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતમાં અમુક વખત એક જણાની બેદરકારીના કારણે તેની પાછળ ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે મધ્યપ્રદેશની એક અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક ટ્રકચાલકે બાઈક ચાલકને કચડી નાખ્યો હતો. બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. અકસ્માતની આ ઘટના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સીસીટીવી ફુટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એક બાઇક ચાલક ચાર રસ્તો ક્રોસ કરી રહ્યો છે. ત્યારે એક ફૂલ સ્પીડમાં આવતા ટ્રકે બાઈકચાલકને ટક્કર લગાવીને કચડી નાંખ્યો હતો.

આ ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું. ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ હતો. પરંતુ ટ્રક ચાલકને સ્થાનિક લોકો દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. અને સ્થાનિક લોકો દ્વારા રક્ત ચાલકને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ અનોખીલાલ શર્મા છે. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને ટ્રકચાલક વિરુદ્ધ અકસ્માતમાં મૃત્યુ નો ગુનો નોંધ્યો હતો.

અને આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. અત્યાર સુધીમાં આવા કેટલા અકસ્માત બન્યા હશે અને કેટલા નિર્દોષો એ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!