એક બેકાબુ ડમ્પર ચાલકે રસ્તા પર જતા ઘેટાને કચડી નાખ્યા, 130 વધારે ઘેટાના રીબાઈ રીબાઈને મોત… દિલમાં મૂંગા પ્રાણીઓ માટે દયા હોય તો જરૂર વાંચજો…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ડમ્પર ચાલકની બેદરકારીના કારણે 130 થી પણ વધારે ઘેટાંઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના પશ્ચિમ કચ્છની છેવાડે આવેલા લખપત તાલુકાના મુખ્ય ધોરીમાર્ગ દાયાપર-નાની વિરાણી વચ્ચેના ઘડોલી ગામ પાસે ગઈકાલે મોડી રાત્રે બની હતી.

આ ઘટનામાં રસ્તા પર ચાલી રહેલા ઘેટા બકરાઓને પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે અડફેટેમાં લીધા હતા. જેના કારણે આ ઘટનામાં અંદાજિત 130 થી પણ વધારે ઘેટાંઓના ઘટના સ્થળે રીબાઇ રિબાઈને મોત થયા છે. આ ઘટના બનતા આજે ચારે બાજુમાં તમે છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર ખડોલી ગામના ત્રણ માલધારી યુવકો ગામથી દોઢ કિલોમીટર દૂર પહોંચ્યા હતા. ત્યારે એક ઝડપી ડમ્પરે ઘેટા બકરા ઉપર ટ્રક ચડાવી દીધો હતો. જેના કારણે આ દર્દનાક અકસ્માતની ઘટના બની હતી. ડમ્પર ચાલકની બેદરકારીના કારણે આજે 130 થી પણ વધારે ઘેટાંઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત ના કારણે માલધારી પરિવારને ભારે આર્થિક નુકસાની સહન કરવી પડી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના ગઈ કાલે રાત્રે બે વાગ્યાની આસપાસ બની છે તેવી માહિતી મળી રહે છે.

રાત્રે બે વાગ્યાની આસપાસ ઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે રોડ પર જઈ રહેલા ઘેટા બકરાને અડફેટેમાં લીધા હતા. આ ઘટનામાં અંદાજિત 130 થી 150 જેટલા ઘેટાંઓના મોત થયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ રસ્તાની બાજુ માં ઊતરી ગયો હતો અને બાવળિયામાં જઈને ફસાઈ ગયો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળે જ ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ડમ્પર ચાલક વિરોધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડમ્પર ચાલકની બેદરકારીના કારણે માલધારી પરિવારે આર્થિક નુકસાની ભોગવવી પડી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*