નાકાબંધી પર તૈનાત પોલીસકર્મીને એક બેકાબૂ કારે અડફેટેમાં લીધા – પોલીસકર્મીનું કરૂણ મૃત્યુ…

Published on: 9:30 am, Mon, 10 January 22

આજકાલ એ દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી જાય છે. ત્યારે અજમેર જિલ્લાના બંદર સિન્દ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત નેશનલ હાઈવે 8 પર બન્યો હતો.

અહીં એક બેકાબૂ કારે નાકાબંધી પોઇન્ટ પર તૈનાત એક પોલીસકર્મીને અડફેટેમાં લીધો હતો. ત્યારબાદ કારચાલકે ઘટનાસ્થળેથી ફરાર થવાની કોશિશ કરી હતી પરંતુ અન્ય પોલીસ કર્મીઓએ કાર ચાલકને પકડી લીધો હતો.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ડ્યુટી પર તૈનાત કોન્સ્ટેબલ સૂર્યપ્રકાશ ગુર્જરનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં સ્ટેશન ઇન્ચાર્જ પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ મૃત્યુ પામેલા કોન્સ્ટેબલના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર કાર જયપુર તરફથી આવી રહી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે કારની અંદર બે લોકો સવાર હતા. પોલીસે બન્નેની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધ્યો છે. કોન્સ્ટેબલ સૂર્યપ્રકાશના મૃત્યુની ખબર પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નાકાબંધી પર તૈનાત પોલીસકર્મીને એક બેકાબૂ કારે અડફેટેમાં લીધા – પોલીસકર્મીનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*