એક બેકાબૂ કારે વાડીએથી ચાલીને આવી રહેલી બાળકીને લીધી અડફેટે, બાળકીનું કરુણ મૃત્યુ…

Published on: 9:53 am, Sun, 14 November 21

ઉમરાળા-વલભીપુર હાઈવે પર એક કારચાલકે 8 વર્ષની બાળકીને અડફેટેમાં લીધી હતી. તેના કારણે બાળકીનું કરુણ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાને લઇને ઉમરાળા પોલીસે અજાણ્યા કારચાલકની વિરુદ્ધમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર ઉમરાળા સીતારામ નગરમાં રહેતા અજીતભાઈ નામના વ્યક્તિએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમનું કહેવું છે કે કમળેજ ગામે રહેતી તેમની બહેન સંગીતા બેનની દીકરી દિવાળીના વેકેશનમાં તેમના મામાના ઘરે આવી હતી.

ત્યારે તે બાળકી ત્યાં વાડીએ ગઈ હતી. જ્યારે વાડીએ કામ પતાવીને બાળકી અને અન્ય લોકો બપોરના 12:45 વાગ્યાની આસપાસ ઘરે ચાલીને આવી રહ્યા હતા. ત્યારે વાડીના ઝાપા પાસેથી એક અજાણ્યા કારચાલકે બાળકીને અડફેટેમાં લીધી હતી.

આ અકસ્માત દરમિયાન બાળકીને દાઢી, કપાળ અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેના કારણે બાળકીને 108 મારફતે ઉમરાળા ની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. હોસ્પિટલમાં બાળકીનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ કરતા ઉમરાળા પોલીસે અજાણ્યા કારચાલકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાર ચાલકની શોધખોળ ચાલુ છે.

બાળકીનું કરુણ મૃત્યુ ના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માત ગઈકાલે બપોરના સમયે બન્યું હતું. હોસ્પિટલમાં સારવારમાં બાળકીનું કરુણ મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!