કલ્યાણપુરા તરફ જતી એક બેકાબૂ કાર નર્મદા કેનાલમાં ખાબકી, 2 લોકોના મૃત્યુ – કારમાંથી 89 હજારનો દારૂ મળી આવી

Published on: 10:24 am, Tue, 7 December 21

કડી તાલુકાના કલ્યાણપુરા ગામ તરફ જતી એક બેકાબૂ કાર નર્મદા કેનાલમાં ખાબકી હતી. આ ઘટનામાં કારમાં સવાર બે લોકોના મૃત્યુ થયા હતા. મળતી માહિતી અનુસાર કારમાંથી લગભગ 89200 રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારના રોજ રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર કડી તાલુકાના નજીક આવેલા સૂર્યફાર્મ પાસેથી પસાર થઈ રહેલ GJ 05 JL 3761 નંબરની બેકાબૂ સ્વિફ્ટ કાર નર્મદા કેનાલમાં ખાબકી હતી.

આ અકસ્માતમાં કારચાલક સહિત એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કલ્યાણપુરા ની હોસ્પિટલમાં ખસેડયો હતો.

મળતી માહિતી અનુસાર સોમવારના રોજ સવારે કેનાલમાંથી બીજુ મૃતદેહ મળી આવ્યું હતું. જ્યારે પોલીસે કેનાલમાંથી કારણે બહાર કાઢી અને કારની તપાસ કરી ત્યારે કારની અંદરથી 89200 રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર અકસ્માતમાં સુનિલ મોહનલાલ અને સતીશ રાજુભાઈ નામના બે વ્યક્તિનું મૃત્યુ થયું છે. પોલીસ તપાસ અનુસાર જાણવા મળ્યું કે બંને રાજસ્થાનના રહેવાસી હતા. કાર કેવી રીતે કેનાલમાં ખાબકી તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.