એક બેકાબૂ કાર ચાલકે રસ્તા પર જઈ રહેલી બાઈકને લીધી અડફેટમાં, બાઈક પર સવાર બંને વ્યક્તિના મૃત્યુ…

Published on: 9:58 am, Tue, 7 December 21

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામ નજીક પુરપાટ ઝડપે દોડતી એક કારે રસ્તા પર જઈ રહેલી બાઈક ની જબરદસ્ત ટક્કર લગાવી હતી.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં બાઇક પર સવાર બંને વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. આ ઘટના બન્યા બાદ કારચાલક ઘટનાસ્થળેથી રફુચક્કર થઇ ગયો હતો.

પોલીસે ફરાર કાર ચાલક સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં બાઈકચાલક શંકરકરભાઈ લક્ષ્મણભાઈ મીણા અને મલુભાઈ મીણાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

જેના કારણે બંનેના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયા હતા. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને બંનેના મૃતદેહને પરિવારજનોને સોંપ્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉપરાંત કારણે જપ્ત કરી લીધી છે. અને ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. એક જ દિવસે પરિવારના બે સભ્યોના મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.