એક ટ્રેકટર અને ઇકો કાર વચ્ચે થયું અકસ્માત, અકસ્માતમાં એક વૃદ્ધ મહિલાનુ મૃત્યુ, 6 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 5:14 pm, Sat, 4 September 21

આજકાલ રાજ્યમાં અકસ્માતના બનાવ ખૂબ જ વધી રહ્યા છે. ઘણીવાર અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. જ્યારે પશ્ચિમ કચ્છના ભુજ લખપત ધોરાજી માર્ગ પર એક અકસ્માત સર્જાયો છે.

મળતી માહિતી અનુસાર વિડિયો ઉગેડી પાસે આજે સવારે એક ટ્રેકટર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયું હતું. આ અકસ્માત દરમિયાન એક વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

ઉપરાંત કારમાં સવાર અન્ય છ લોકોને નાની-મોટી ઇજા પહોંચી હોવાના કારણે તેને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસ અનુસાર જાણવા મળ્યું કે મોડા સાથે માતાજીના મઢ તરફ જતા ભાઈઓ પરિવારની કાર GJ 31 D 3573 નંબરની ગાડી લઈને રોંગ સાઈડમાં નવા ટ્રેકટર ની સામે ફુલ ઝડપમાં જઈ રહ્યા હતા.

એ દરમિયાન ઇકો કારની ટક્કર ટ્રેક્ટર સાથે થઈ હતી અને ઇકો કાર માર્ગની બાજુમાં પલટી ખાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર કારમાં સવાર 60 વર્ષીય હંસાબેન રાકેશભાઈ ભોઈ નું અકસ્માતના કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

આ ઉપરાંત કારચાલક સહિત અન્ય છ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી તે માટે તેઓને તાત્કાલિક ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા..

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક ટ્રેકટર અને ઇકો કાર વચ્ચે થયું અકસ્માત, અકસ્માતમાં એક વૃદ્ધ મહિલાનુ મૃત્યુ, 6 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*