ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રખડતા ઢોરના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે રખડતા ઢોરના ત્રાસનો વધુ એક કિસ્સો જામનગરમાંથી સામે આવી રહ્યો છે. જામનગરના જોડીયા ખાતે રખડતા ઢોરની અડફેટેમાં આવતા 71 વર્ષના વૃદ્ધ વ્યક્તિનું મોત થયું છે.
મૃત્યુ પામેલા વૃદ્ધ વ્યક્તિનું નામ ગોપાલભાઈ દવે હતું. તેઓ શાકભાજી લેવા માટે જતા હતા, આ દરમિયાન આખલાઓએ તેમને ઠેબે ચડાવ્યા હતા. આ કારણોસર ગોપાલભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પછી તેમને સારવાર માટે ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ગોપાલભાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગોપાલભાઈના મોતના સમાચાર મળતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે બે દિવસ પહેલા ગોપાલભાઈ સવારે 10:00 વાગ્યાની આસપાસ ઘરેથી શાકભાજી લેવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન આખલાઓએ તેમને અડફેટમાં લીધા હતા. જેના કારણે તેમના માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ગોપાલભાઈ ને સૌપ્રથમ સારવાર માટે જોડીયા લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં ચાલુ સારવાર દરમિયાન ગોપાલભાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ગોપાલભાઈ નિવૃત્ત જીવન જીવતા હતા.
તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પિતાનું મોત થતા જ નાનકડો એવો હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે. આવી ઘટના કોઈ બીજા સાથે ન બને તેથી સરકારને તાત્કાલિક પગલાં લેવા જોઈએ તેવું મૃત્યુ મૃત્યુ પામેલા વ્યક્તિના પત્નીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે સરકાર પાસે તેમને સહાયની માંગણી પણ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment