ગોંડલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગોંડલ તાલુકાના વાછારા ગામે ખેતરના ગોડાઉન પાસે શ્રમિકોના પરિવારના 4 બાળકો ઉપર મધમાખીઓએ પ્રહાર કર્યો હતો. આપણે જ્યારે આ દ્રશ્ય પર વૃદ્ધ ખેડૂત નું ધ્યાન આવે છે.
અને તેઓ પોતાના જીવની પરવા કર્યા વગર માસૂમ બાળકોને ગોડાઉનમાં ધકેલી દે છે અને ગોડાઉન નો દરવાજો બંધ કરી દે છે. આ દરમિયાન સંખ્યા મધમાખીઓએ વૃદ્ધ ખેડૂત પર પ્રહાર કર્યો તો તેને કારણે વૃદ્ધ ખેડૂતનું મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર વાછરા ગામે રહેતા અને ખેતીકામ કરતા દામજીભાઈ બેચરભાઈ સોરઠીયા (ઉંમર 59 વર્ષ) પોતાના ખેતરમાં કામ કરતા હતા. ત્યારે આકાશમાંથી એક બાજ આવીને મધમાખીના મધપૂડા માં સળી કરે છે.
જેના કારણે મધમાખીઓ વિફરી હતી. ત્યારે ખેતરના ગોડાઉન પાસે રમી રહેલા 5 થી 6 શ્રમિક પરિવારના માસૂમ બાળકો પર મધમાખીઓએ પ્રહાર કર્યો હતો.
આ દ્રશ્ય જોઈને દામજીભાઈ ત્યાં દોડી આવ્યા હતા અને બાળકોને ગોડાઉન ની અંદર મોકલીને ગોડાઉન નો દરવાજો બંધ કરી દીધો હતો. અને તે પોતે બહાર રહી ગયા હતા.
ત્યારે અસંખ્ય મધમાખીઓએ દામજીભાઈ પર અસંખ્ય ડંખના પ્રહાર કર્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમનું મૃત્યુ થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment