જામનગરની GIDC નજીક એક ઓઈલ ટેન્કર અચાનક પલટી ખાઇ ગયું, રસ્તા પર ઓઈલ વહેતા લાંબો ટ્રાફિકજામ…

Published on: 11:32 am, Wed, 8 December 21

જામનગરની જીઆઇડીસીના ફેઝ-2 પાસે એક ઓઇલ ટેન્કર અચાનક પલટી ખાઇ ગયું હતું. તેના કારણે રસ્તા પર ચારે બાજુ ઓઈલ વહેતું થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર ખંભાળિયા બાયપાસ થી લાલપુર બાયપાસ તરફ જતા રસ્તા પર ટેન્કર અચાનક પલટી ખાઇ ગયું હતું.

તેના કારણે ટેન્કની અંદર ભરેલું ઓઇલ લીકેજ થઈ ગયું હતું. જેથી રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ટેન્કર ડ્રાઇવર ઈજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે આસપાસના લોકો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર લાલપુર બાયપાસ તરફ જતા રસ્તા પર રાત્રીના સમયે ઓઇલ થી ભરેલું ટેન્કર અચાનક પલટી ખાઇ ગયું હતું. તેના કારણે ટેન્કરમાં રહેલો ઓઈલ લીકેજ થવા લાગ્યું હતું.

ઓઈલ લીકેજ થતાં જ ત્યાંથી પસાર થઇ રહેલા વાહનચાલકોને ઘણી મુશ્કેલીઓ પડી હતી અને ઘટના બનતા જ રોડ પર લાંબો ટ્રાફિકજામ થઇ ગયો હતો.

આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનામાં ટેન્કર ડ્રાઇવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

તેની આસપાસના લોકો દ્વારા સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા ટેન્કરના લિકેજ ને દૂર કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર હાલમાં રસ્તા પરથી ટેન્કરને ખસેડવાની કામગીરી ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "જામનગરની GIDC નજીક એક ઓઈલ ટેન્કર અચાનક પલટી ખાઇ ગયું, રસ્તા પર ઓઈલ વહેતા લાંબો ટ્રાફિકજામ…"

Leave a comment

Your email address will not be published.


*