એક MBA પાસ યુવતી પોતાનો જીવ ટૂંકો કરવા માટે પાટા પર ઊભી રહી ગઈ, ત્યાર બાદ થયું એવું કે…જુઓ વિડિયો…

107

મધ્યપ્રદેશની(MadhyaPradesh) એક ચોંકાવનારી ઘટના નો વિડીયો સામે આવે છે. મળતી માહિતી અનુસાર મધ્ય પ્રદેશના બેતુલમાં(Betul) સોમવારના રોજ એક ફોટો ચાલકના કારણે એક યુવતીનો જીવ બચી ગયો છે. મળતી માહિતી મુજબ એક યુવતી પોતાનો જીવ ટૂંકો કરવાના ઈરાદે રેલવે ફાટક ની પાસે પાટા પર ઊભી રહી ગઇ હતી અને તે જ સમયે સામેથી ટ્રેન આવી રહી હતી.

આ સમગ્ર દ્રશ્ય જોઇને એક ઓટોચાલકે ફાટક વાર કર્યું અને યુવતીને પાટા પરથી બાજુમાં ખેંચી લીધી હતી. અને ત્યારે જ ટ્રેન ત્યાંથી પસાર થાય છે. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે જો થોડીક સેકન્ડ પણ મોડું થયું હોત તો યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ ઘટના અંગે હજુ કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. રિક્ષા ચાલકે જણાવ્યું કે બપોરે 12 વાગ્યાની આસપાસ ત્યારે રેલવે ફાટક બંધ થયા ત્યારે બધા આસપાસ ઊભા રહ્યા હતા. ત્યારે એક યુવતી ફાટક ની પાસે ઉભી છે અને સફેદ દુપટ્ટાથી તેનું મોઢું ઢાંકી રાખ્યું હતું.

ટ્રેનનો અવાજ સાંભળીને યુવતી પાટા તરફ દોડી હતી. રિક્ષાચાલકને યુવતીને જોઈને થોડીક શંકા ગઈ. અને ટ્રેનને નજીક આવતાં જોઈને યુવતી પાટાની વચ્ચોવચ ઊભી રહી ગઇ હતી.

રિક્ષાચાલક એ જણાવો ત્યારે હું તેને બચાવવા દોડ્યો અને તેને પકડી ને ખેચવા લાગ્યો પરંતુ તે હટવા માટે તૈયાર જ ન હોતી. જેમતેમ કરીને તેને પકડીને પાટા પરથી હટાવી લીધી હતી. જો થોડીક સેકન્ડ પણ મોડું થયું હોત તો ટ્રેન યુવતીની માથે ચડી જાત. યુવતીને પાટા પરથી દૂર કરી ત્યારે યુવતી રડવા લાગી હતી.

આસપાસના લોકોએ યુવતીને ઘણી સમજાવી પરંતુ યુવતી સમજવા તૈયાર જ હતી ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઇને તેના પરિવારને જાણ કરી હતી. મળતી માહિતી અનુસાર યુવતીએ MBA પાસ હતી અને લાંબા સમયથી તેની તબિયત ને લઈને તે ખૂબ જ પરેશાન રહેતી હતી. અને યુવતીને જોબ ન મળવાના કારણે યુવતી ડિપ્રેશનમાં જતી રહી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!