એક આઈસર ટ્રકે કારને લગાવી પાછળથી ટક્કર, કારમાં સવાર 5 બાળકો અને 1 મહિલાનુ મૃત્યુ…

84

આજકાલ અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધતી જાય છે અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ અત્યાર સુધીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે તેવીજ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગુરૂવારના રોજ રાત્રે આઠ વાગ્યાની આસપાસ બેતુલ રીંગ રોડ પાસે એક આઈસર ટ્રકે પાછળથી કારને ટક્કર લગાવી હતી.

અકસ્માત દરમિયાન કારમાં સવાર 5 બાળકોને 1 મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત 2 લોકો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ પોતાની સ્પીડમાં રોડ પર જઈ રહી હતી ત્યારે ફૂલ સ્પીડમાં એક ટ્રક ચાલકે કારને પાછળથી ટક્કર લગાવી હતી. જેના કારણે કાર રસ્તાની બાજુમાં પાણીથી ભરેલા ખાડામાં ખાબકી ગઇ હતી.

મળતી માહિતી મુજબ કારમાં 8 લોકો મુસાફરી કરી રહ્યા હતા. કારમાં મુસાફરી કરનાર લોકો નાગપુરનો રહેવાસી હતા. મળતી માહિતી મુજબ અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અકસ્માત દરમિયાન પાંચ બાળકોને એક મહિલાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. ઉપરાંત કારમાં બેઠેલા બે વ્યક્તિઓ જાગ્રત થયા હતા અને તે બંનેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સના મારફતે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ એક બાળકને તો સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આઇસર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો તે કારણોસર પોલીસે કબજે કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!