રાજકોટમાં અંબાજી મંદિર પાસે રમતી 4 વર્ષની માસુમ બાળકી ઉપર લોખંડનો ગેટ પડ્યો, દાદાની નજર સામે પૌત્રીનું કરણ મૃત્યુ – દીકરીનું મૃત્યુ થતાં આખું પરિવાર હિબકે ચડ્યું…

હાલમાં રાજકોટમાં બનેલી એક દર્દના ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માસુમ બાળકે ઉપર લોખંડનો ગેટ પડતા બાળકીનું કરુણ મૃત્યુ થયું છે. રાજકોટના કણકોટ રોડ પર આવેલ ક્રિસ્ટલ એવન એપાર્ટમેન્ટ બ્લોક નંબર 301-ડીએમમાં માતા પિતાની એકની એક ચાર વર્ષની દીકરી નું આ ઘટનામાં કરુણ મૃત્યુ નીપજ્યું છે.

ચાર વર્ષની માસુમ બાળકી બાળા જીવરાજ પાર્ક પાસે આવેલા અંબાજી મંદિર પાસે રમતી હતી. આ દરમિયાન મંદિરનો લોખંડનો ગેટ માસુમ બાળકીના માથા ઉપર પડ્યો હતો. જેના કારણે બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, તેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો બાળકીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. મૃત્યુ પામેલી માસુમ બાળકીનું નામ આરવી હતું. આરવી પોતાના દાદા પ્રવીણભાઈ સાથે જીવરાજ પાર્ક ખાતે ગઈ હતી. પ્રવીણભાઈ દરરોજ અંબાજી માતાના મંદિરે આવે છે.

ગઈકાલે પ્રવીણભાઈ આરવીને લઈને અહીં આવ્યા હતા. ત્યારે આર્મી બીજા બાળકો સાથે મંદિરના ગેટની નજીક રમતી હતી. ત્યારે અચાનક ચારેક ફૂટનો આ ગેટ આરવીની ઉપર પડ્યો હતો. જેના કારણે ચાર વર્ષની આરવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, તેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે આરવીને મૃત જાહેર કરી હતી.

પરિવારની એકની એક દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને માતા-પિતાને ભારે આઘાત લાગ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે. દીકરીની અંતિમ વિધિ માટે તેનો મૃતદેહ મૂળ વતન જેતપુરના પ્રેમગઢ ખાતે લઈ જવામાં આવ્યો હતો. દીકરીના મૃત્યુના કારણે પરિવારજનો અને વતનના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*