દારૂના નશામાં એક બસ ચાલકે બસને મોબાઇલની દુકાનમાં ઘુસાવી દીધી, જુઓ લાઇવ અકસ્માતની ઘટના…

65

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઘણી વખત અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થાય છે. ત્યારે હાલમાં ભોપાલ એક ચોંકાવનારી અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર ભોપાલની અરેરા કોલોનીમાં આ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર The Iconic School ની 11 નંબરની બસ છે.

બસ સ્ટોપ પાસે એક મોબાઇલની દુકાન ની અંદર બસને ઘુસાવી દીધી હતી. આ અકસ્માત બન્યો ત્યારે મોબાઇલની દુકાન ની અંદર 3 લોકો ઊભા હતા તેને બસ એ જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માત બનતા જ અફરાતફરી મચી ગઇ હતી.

અકસ્માત થયા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી બસ મૂકીને ફરાર થઇ ગયો હતો. મળતી માહિતી મુજબ અકસ્માત બસ ચાલક દારૂના નશામાં હોવાના કારણે સર્જાયો છે. આ અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અને મોબાઇલની દુકાન ને પણ ઘણું નુકસાન થયું છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત 7 સપ્ટેમ્બરના રોજ થયો હતો. અકસ્માતની જાણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. હા અકસ્માતમાં અત્યાર સુધીમાં બસના માલિક તરફથી કોઇ મદદની જાહેરાત કરવામાં આવી નથી.

મોબાઇલની દુકાન ચાલકને અકસ્માતમાં થયેલા નુકસાનનું વળતર મળ્યું નથી. બસનો ડ્રાઈવર દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ સમગ્ર ઘટનાનો ગુનો નોંધીને બસ ડ્રાઈવર ની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!