Killed in Varachha area of Surat: સુરત(Surat) શહેરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહે છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે વરાછા વિસ્તાર(Varacha area)માં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પાન સેન્ટર પર દુકાન માલિક અને કેટલાક માથાભારે લોકો વચ્ચે માથાકૂટ થઇ હતી. થોડીક વાર માથાકૂટ થયા બાદ માથાભારે લોકોનું ટોળું ત્યાંથી ચાલ્યું ગયું હતું. ત્યારબાદ દુકાન માલિક દુકાન બંધ કરીને જાય એ પહેલા એક યુવક તેના મિત્ર(Killed in Varachha area) સાથે ત્યાં આવ્યો હતો.
એ દુકાનમાંથી ખરીદી કરીને જાય તે પહેલાં તો માથાભારે લોકોનું ટોળું ફરી એક વખત ત્યાં આવી પહોંચ્યું હતું અને ધારદાર વસ્તુ વડે દુકાનદાર પર પ્રહાર કરવાના પ્રયાસો કર્યા હતા. આ ઘટનામાં દુકાને વસ્તુ લેવા આવેલા નિર્દોષ સુનિલ રબારી નામના યુવકને ગળાના ભાગે ધારદાર વસ્તુ વાગી ગઈ હતી, આ કારણોસર તેનું મોત થયું હતું.
હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે અને ઘટનાને લઈને પાંચ આરોપીઓની અટકાયત કરી છે. જ્યારે ફરાર થયેલા બાકી આરોપીઓને પકડવાની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે.ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મોહનની ચાલ નજીક મુરલીધર પાન સેન્ટર નામની દુકાન છે. આ પાન સેન્ટરના વિજય અને વિશાલ નામના માલિક છે.
અહીં ગઈકાલે રાત્રિના સમયે 11:00 વાગ્યાની આસપાસ માથાભારે યુવક મહેશ પોતાના પાંચથી સાત લોકો સાથે આવ્યો હતો. ત્યારબાદ તેણે દુકાનના માલિક વિજય અને વિશાલ સાથે માથાકૂટ કરી હતી. થોડીક વાર માથાકૂટ કર્યા બાદ ટોળું ત્યાંથી ચાલ્યું ગયું હતું. ત્યારબાદ વિશાલ અને વિજય આ વાતની જાણ પિતાને કરી હતી અને પિતાને કહ્યું હતું કે દુકાન બંધ કરીને તેઓ ઘરે આવી રહ્યા છે.
આ દરમિયાન સુનિલ રબારી નામનો એક યુવક પોતાના મિત્ર સાથે દુકાન પર કાંઈક સામાન લેવા માટે આવ્યો હતો. ત્યારે માથાભારે લોકોનું ટોળું ત્યાં દુકાન પર આવી પહોંચ્યું હતું. ત્યારબાદ માથાભારે લોકોના ટોળાએ ધારદાર વસ્તુ વડે દુકાનદાર પર પ્રહાર કરવાના પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન દુકાન પર સામાન લેવા આવેલો નિર્દોષ સુનીલ રબારી નામનો યુવક આ માથાભારે લોકોની ટોળકીનો શિકાર બની ગયો હતો.
માથાભારે લોકોની ટોળકી એ નિર્દોષ સુનીલના માથાના ભાગે ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. દુકાનદાર અને માથાભારે લોકો વચ્ચે થયેલી બબાલમાં નિર્દોષ સુનિલે પોતાનો જીવ ગુમાવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે માથાભારે શખ્સ અને દુકાનના માલિક વચ્ચે રૂપિયા બાબતે ઝઘડો થયો હતો અને પછી આ ઘટના બની હતી. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુનિલનું મોત થતા જ તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment