આજકાલ નદી કે તળાવમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થવાની સંખ્યાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં સોન નદીમાં ડૂબી જવાના કારણે એક માસુમ બાળકીને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું.
આ ઘટના ભોજપુર જિલ્લાના સહર પોલીસ સ્ટેશન વિસ્તારના બરુહી ગામમાં આવેલી સોન નદીમાં બની હતી. મૃત્યુ પામેલી બાળકીની ઉંમર 10 વર્ષની હતી. તેનું નામ શિખા કુમારી હતું. માત્ર દસ વર્ષની દીકરીનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દીકરી ગામમાં આવેલી સરકારી શાળામાં ધોરણ બે માં અભ્યાસ કરતી હતી.
મળતી માહિતી અનુસાર દીકરી પોતાની માતા સાથે સોન નદીના કિનારે નાહવા માટે ગઈ હતી. જ્યાં ગામની અનેક મહિલાઓ સ્નાન કરી રહી હતી. ત્યારે નદીમાં નહાતી વખતે માસુમ દિકરી પાણીમાં ડુબવા લાગી હતી. ત્યારે સ્થાનિક ગામજનોએ દીકરીને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તેઓ દીકરીને બચાવી શક્યા નહીં.
ત્યારબાદ ગામના લોકોએ મળીને દીકરીના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યું હતું. પછી પરિવારના લોકો દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં હાજર ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી. પછી આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. માસુમ દીકરીનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલી બાળકી તેની બે બહેનો અને એક ભાઈમાં બીજા નંબરે હતી. મૃત્યુ પામેલી દીકરી ના પિતા એક ખેડૂત છે. દીકરીનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment