છેલ્લા થોડાક દિવસોથી ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. આવા વરસાદી માહોલમાં સાપ કરડવાની ઘટનાઓ ખૂબ જ વધતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના દાંતીવાડા તાલુકામાંથી સામે આવી રહે છે.
આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ છે. વિગતવાર વાત કરીએ તો દાંતીવાડા તાલુકાના ભાંડોત્રા ગામમાં એક માસુમ બાળકને ગુરુવારના રોજ સાપ કરડ્યો હતો. આ કારણોસર બાળકનું તડપી તડપીને મોત થયું હતું. બાળકનું મોત થતાં જ તેના પરિવારજનો અને ગામના લોકો ઉપર દુઃખનો પહાડે પડ્યો હતો.
વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા માસુમ બાળકનું નામ નિકેશ પાતાભાઈ ચૌધરી હતું. નિકેશ ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હતો. ગુરૂવારના રોજ નિકેશ તેમના ખેતરમાં આટા ફેરા મારતો હતો. આ દરમિયાન અચાનક જ નિકેશને એક ખતરનાક ઝેરીલો સાપ કરડી ગયો હતો.
ત્યારબાદ નિકેશનું તડપે તડપીને મોત થયું હતું. દીકરાના મોતના સમાચાર મળતા જ માતા-પિતાઓ પર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. આ ઘટના બનતા જ પરિવારના સભ્યો અને ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માસુમ બાળકનું મોત થતા જ આખા ગામમાં માતમ છવાઈ ગયો છે.
દરેક માતા પિતાને એક વાત કેવી છે કે જ્યારે તમારા બાળકો નાના હોય ત્યારે તેમની નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ કારણકે આપણી એક નાનકડી એવી ભૂલ બાળકોનો જીવ જોખમમાં મૂકી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment