હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માસુમ બાળકનું એવું દર્દનાક મોત થયું કે સાંભળીને તમારું પણ કાળજુ કંપી ઉઠશે. મિત્રો સમગ્ર દેશભરમાં રખડતા કૂતરાઓ અને આખલાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. અત્યાર સુધીમાં આ બંનેના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હશે.
પરંતુ અમુક વખત એવી દુઃખદાયક ઘટનાઓ બનતી હોય છે કે તેના વિશે જાણીને આપણે પણ હચમચી જતા હોઈએ છીએ. ત્યારે એક બાળક સાથે બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માસુમ બાળક અચાનક જ કુતરા જેવું વર્તન કરવા લાગ્યો અને પોતાની જીભ બહાર કાઢવા લાગ્યો. બાળક સેમ ટુ સેમ કુતરા જેવા વર્તન કરવા લાગ્યો.
પહેલા તો પરિવારના લોકોને લાગ્યું કે દીકરો મજાક કરતો હોય છે. પછી થોડીક વાર બાદ પરિવારના લોકોને ખ્યાલ આવ્યો કે કંઈક ખોટું થઈ રહ્યું છે. તેથી તેઓ દીકરા અને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં ફક્ત બે દિવસની ટૂંકી સારવાર બાદ દીકરાનું તડપી તડપીને મોત થયું હતું.
મૃત્યુ પામેલા દીકરાની ઉંમર માત્ર 8 વર્ષની જ હતી. પામેલા દીકરાનું નામ નૈતિક હતું. આ ઘટના રૂડમૂલી ગામમાંથી સામે આવી છે. અહીં રહેતા અરવિંદભાઈ નો દીકરો નૈતિક ધોરણ 4માં અભ્યાસ કરતો હતો. એવામાં દોઢ મહિના પહેલા નૈતિક જ્યારે શાળાએથી ઘરે આવી રહ્યો હતો ત્યારે એક કૂતરાએ તેને બટકું ભર્યું હતું.
આ વાતની જાણ નૈતિકે પોતાના પરિવારના સભ્યોને કરી ન હતી. આ વાતનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. દીકરાના માતા પિતાએ જણાવ્યું કે નૈતિક દરેક વાતમાં જીભડા કાઢવા લાગ્યો હતો. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી તે અજીબો ગરીબ હરકતો કરતો હતો. પહેલા તો માતા પિતાને એવું લાગ્યું કે નૈતિકના તોફાન વધી ગયા છે.
પરંતુ નૈતિક ની આવી હરકતો સતત વધવા લાગી તેથી માતા-પિતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં જાણવા મળ્યું કે નૈતિકને રૅબીઝ થઈ ચૂક્યો છે. એવામાં હોસ્પિટલમાં ફક્ત બે દિવસની ટૂંકી સારવાર દરમિયાન નૈતિકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. નૈતિકનું મૃત્યુ થતાં ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ કિશોર દરેક માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment