આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને જોઈને કે સાંભળીને આપણે ચોકી જઈએ છીએ. ઘણી વખત એવા બનાવો બનતા હોય છે જેને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. હાલમાં આવું જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ફુગ્ગો ફૂટતા શ્વાસનળીમાં ફસાતા એક બાળકનું મૃત્યુ થયું છે.
એક સાત વર્ષના ધોરણ 1 ના વિદ્યાર્થી અનુરાગને ફુગ્ગો શ્વાસ નળીમાં ફસાઈ જવાથી જીવ ગુમાવ્યો હતો. આ ઘટના શનિવારે મોડી સાંજે કમાલપુરના બહેરી ગામમાં બની હતી. પંકજ ખારવારનો પુત્ર અનુરાગ શાળાએથી ઘરે આવ્યા બાદ ફુગ્ગો ફુલાવી રહ્યો હતો.
આ દરમિયાન ફુગ્ગો ફાટ્યો જેનાથી ગુસ્સે થઈને અનુરાગે ફાટેલા ફુગ્ગાને ચાવવાનું શરૂ કર્યું. ફુગ્ગો ચાવતા ચાવતા ફુગ્ગાનો ટુકડો તેના શ્વાસ નળીમાં અટવાઈ ગયો અને થોડીવાર પછી અનુરાગ ને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જેના કારણે સંબંધીઓ તેને તાત્કાલિક કમાલપુર ની હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલમાં ડોક્ટર હોય તેને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરી દીધો, કારણકે ત્યાં તેની સારવાર શક્ય ન હતી.
તેને જિલ્લા હોસ્પિટલના તબીબો એ મૃત જાહેર કર્યો હતો, અનુરાગે ગામની આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ એક માં અભ્યાસ કર્યો હતો. બાળ રોગ ચિકિત્સક ડોક્ટર મનીષ દયાળનું કહેવું છે કે ફુગ્ગાનો ટુકડો બાળકની વિન્ડપાઇપ માં ફસાઈ ગયો હતો. જેના કારણે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી જેથી યોગ્ય સારવાર ન મળતા તેનું મોત નીપજ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment