ઘરેથી ચાલીને શાળાએ જતી 8 વર્ષની માસુમ બાળકીને આખલાએ જમીન પર પછાડી, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. રખડતા ઢોરના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે રખડતા ઢોરના ત્રાસનો વધુ એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટનામાં એક રખડતા આખલાએ આઠ વર્ષની માસુમ બાળકીને અડફેટેમાં લીધી હતી. આખલાએ બાળકીને ઉપાડીને જમીન પર પછાડી હતી. આ કારણોસર બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના ગ્રેટર નોઈડા માંથી સામે આવી રહી છે. બાળકી ઘરેથી ચાલીને સ્કૂલે જઈ રહી હતી ત્યારે તેની સાથે રસ્તામાં આ ઘટના બની હતી.આ ઘટનાનો ભોગ બનેલી બાળકીનું નામ તપસ્યા છે અને તે ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે.

દરરોજની જેમ આજ રોજ સવારે પણ તપસ્યા ઘરેથી શાળાએ જવા માટે નીકળી હતી. તપસ્યાને લેવા માટે સ્કૂલ બસ આવે છે અને સ્કૂલ બસ ગામની બહાર ઉભી રહે છે. એટલે તપસ્યા ચાલીને ગામની બહાર જઈ રહી હતી. આ દરમિયાન શેરીમાં એક રખડતો આખલો તપસ્યાની પાછળ દોડ્યો હતો.

ત્યારે દીકરી એ આખલાથી બચવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ આખલાએ પાછળથી દીકરીને ટક્કર લગાવીને જમીન પર પછાડી દીધી હતી. ત્યારબાદ આખલા એ પોતાના શીંગડા વડે દીકરી ઉપર પ્રહાર કર્યો હતો. ત્યાં સુધીમાં આસપાસના લોકો ત્યાં પહોંચી આવ્યા હતા અને આખલાને ત્યાંથી ભગાવીને બાળકીને બચાવી લીધી હતી.

ત્યારબાદ બાળકીને તરત જ સ્થાનિક લોકો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વિડીયો વાયરલ થતા જ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*