ઘરની બહાર રમી રહેલા 2 વર્ષના માસુમ બાળકને કાર ચાલકે કચડી નાખ્યો, પછી તો કંઈક એવું બન્યું કે… વિડીયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની બેદરકારીને કારણે નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મુકાતો હોય છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ઘરની બહાર રમતા બે વર્ષના છોકરાને એક કાર ચાલકે કચડી નાખ્યો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં બાળકોનો જીવ બચી ગયો છે, તેને નાની મોટી ઇજા પહોંચે છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ અકસ્માતની ઘટના કાનપુરમાંથી સામે આવી રહે છે. બાળકને કચડી નાખ્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને બાળકના પરિવારે કારચાલક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના 4 જુલાઈના રોજ બની હતી. પરંતુ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર સોમવારના રોજ બે વર્ષનો લકી નામનો બાળક ઘરની બહાર રમી રહ્યો હતો. આ દરમિયાન રોડ પરથી પસાર થતી એક કાર લકીના શરીર ઉપર ચડી ગઈ હતી. જેના કારણે બાળકે બુમબુમ કરી હતી. જેથી બાળકના પરિવારના સભ્યોને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. પછી બાળકને તાત્કાલિક સારવાર માટે ઇજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે. સદનસીબે આ ઘટનામાં બાળકનો ચમત્કારી બચાવો થયો છે. પરિવારજનોએ આરોપી કાર ચાલક સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*