કચ્છ જિલ્લાના સામખીયાળી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે બાઈક સ્લીપ થતા બાઈકચાલક ટ્રેલર નીચે આવી ગયો, બાઈક ચાલકનું મૃત્યુ…

91

આજરોજ કચ્છ જિલ્લાના સામખીયાળી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બપોરના ચાર વાગ્યાની આસપાસ એક બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ ટ્રેલરને ઓવર ટ્રેક કરતી વખતે બાઈક સ્લીપ ખાઇ ગઇ હતી અને બાઇક ચાલક ટ્રેલરની નીચે આવી જતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.

અકસ્માત દરમિયાન બાઈક પર સવાર અન્ય એક યુવકને ઈજા થઈ હતી તેને સારવાર માટે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર સામખીયાળી ચાર રસ્તાથી ટોલ પ્લાઝા તરફ એક બાઈક માં જંગી ગામ ના બે યુવકો પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા.

તે દરમ્યાન એક ટ્રેલરને ઓવરટેક કરતી વખતે બાઈક સ્લીપ થઈ જતા બંને રોડ પર ફંગોળાઇ ગયા હતા. જેમાંથી બાઇક ચાલક યુવક રોડ પર પસાર થઇ રહેલા ટ્રેલર નીચે આવી ગયો હતો.

જેના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું બાઈક પર સવાર અન્ય યુવકને સામાન્ય ઈજા પહોંચી હતી તે માટે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.

અને આ સમગ્ર ઘટનાને લઇને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ અનુસાર બન્ને યુવકોના પણ નામ સામે આવ્યા છે. જેમાં એકનું નામ દેવકરણ મેરામણ આહીર અને બીજા યુવકનું નામ રમઝાન અબીખાન પઠાણ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!