ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં એક જ ક્ષણમાં આખો હસતો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે જસદણ-અમદાવાદ હાઈવે રોડ પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.
આ અકસ્માતની ઘટનામાં 10 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. જસદણ અમદાવાદ હાઈવે પર રોડ ક્રોસ કરતી વખતે એક બેફામ કાર ચાલકે 10 વર્ષના બાળકને અડફેટેમાં લીધો હતો. આ ઘટનામાં બાળક રોડ પર ફંગોળાઇ ગયો હતો. આ કારણોસર 10 વર્ષના બાળકનું ઘટના સ્થળે કરૂણ મૃત્યુ થયું હતું.
મળતી માહિતી મુજબ જસદણ અમદાવાદ હાઇવે લીલાપુર પાસે 10 વર્ષીય રાકેશ રાણા નામના બાળકને રોડ ક્રોસ કરતી વખતે પુરપાટ ઝડપે આવતી, એક કારે રાકેશને અડફેટેમાં લીધો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં રાકેશનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.
અકસ્માત બન્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. બાળકના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં 108ની ટીમ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
108 ની ટીમે બાળકની તપાસ કરી, ત્યારે તેમને બાળકને ઘટનાસ્થળે જ મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઇને પોલીસ દ્વારા કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment