વિદેશમાં રહેતી ભારતીય મહિલાએ વિડીયો બનાવીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું, વીડિયોમાં રડતા-રડતા કહેતી હતી કે… જુઓ મૃત્યુ પહેલાનો વિડિયો…

Published on: 12:08 pm, Sun, 7 August 22

હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ન્યૂયોર્કમાં રહેતી એક ભારતીય મહિલાએ વિડીયો બનાવીને પોતાનું જીવન ટુંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. હાલમાં મહિલાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં મહિલાએ તેનો પતિ કેવી રીતે તેને ત્રાસ આપતો હતો તેના વિશે વાત કરી છે. મહિલાએ પોતાના પતિ ઉપર આરોપ લગાવ્યો હતો કે, ફક્ત દીકરીઓના જન્મ આપવાના કારણે પતિ તેની સાથે દરરોજ માથાકૂટ કરતો હતો. મૃત્યુ પામેલી મહિલાનું નામ મનદીપ કૌર હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં મનદીપ કૌર કહે છે કે, મેં ઘણું બધું સહન કરી લીધું. એ આશામાં કે તે એક દિવસ પોતાનો વ્યવહાર બદલશે. છ અને ચાર વર્ષની બે દીકરીઓની માતા રડતા રડતા કહી રહી હતી કે, લગ્નના આઠ વર્ષ થઈ ગયા. હવે હું રોજ ધુલાઈ સહન કરી શકતી નથી.

મહિલાએ પંજાબીમાં બોલતા કહ્યું કે, તેના પતિ અને તેના સાસરીયાએ તેને જીવ ટૂંકાવા માટે મજબૂરી કરી છે. છેલ્લે મહિલા કહે છે કે પિતાજી હું જીવ ટુંકાવા જાઉં છું, કૃપા કરીને મને માફ કરજો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

સમગ્ર ઘટના બન્યા બાદ મનદીપ કૌરના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મનદીપ કૌરની બેહને આરોપ લગાવ્યા કે, મનદીપનો પતિ અને તેના પરિવારના લોકો એક દીકરો ઇચ્છતા હતા. સાસરિયાંઓએ દહેજમાં 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને આને લઈને મનદીપ સાથે તેઓ ગેરવર્તન કરતા હતા.

તે લોકોએ મારી બહેનને આ પગલું ભરવા માટે મજબૂર કરી છે. આ સમગ્ર ઘટનાને લઈને ન્યૂયોર્ક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટના બન્યા બાદ મહિલાના પતિ અને તેના પરિવારના લોકો તરફથી કોઈ પણ નિવેદન સામે આવ્યું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો