સામાજિક અંતર, માસ્ક થી જ કોરોના વાયરસના સંક્રમણની રોકી શકાય છે. સરકાર વેક્સિનેશન અભિયાનને વધુ તેજ કરવાનો વિચાર કરી રહી છે. વેક્સિનેશન માટે ઉંમર ની સીમા પણ ઘટાડાઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધન નું કહેવું છે.
કે કોરોના વાયરસ ને રોકવા માટે નાઈટ કરફ્યુ અને શનિ અને રવિવારે લગાવવામાં આવતું કરફ્યુ વધુ અસરદાર નહીં. તેઓનું માનવું છે કે, વેક્સિનેશન થી કોરોના ની બીજી લહેર પર લગામ લગાવી શકાય છે.
આપને જણાવી દઇએ કે દેશમાં હાલના દિવસોમાં કોરોના ચિંતાજનક આંકડાઓ સામે આવી રહ્યા છે અને ગયા શુક્રવારના રોજ કોરોના ના અંદાજીત 60000 નવા દર્દીઓ મળી આવ્યા હતા.
ટાઈમ્સ ગ્રુપ ના એક કોનકલેવમાં હર્ષવર્ધને કહ્યું કે, સામાજિક અંતરથી વાયરસના પ્રસાર ને રોકી શકાય પરંતુ આંશિક લોકડાઉન જેમકે નાઈટ કરતી અને અઠવાડિયાના અંતમાં લગાવવામાં આવતા લોકડાઉન ની વધુ અસર નથી થતી.
તેઓએ એમ પણ કહ્યું છે કે સરકારે કોરોના જેવી મહામારી થી લડવા માટે પહેલા ના મુકાબલે હવે વધુ સારી રીતે તૈયાર છે. હાલ દેશમાં છ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે અને આ વેક્સિન નું ટ્રાયલ અલગ-અલગ તબક્કામાં છે.
તેવામાં આશા દર્શાવાઇ રહી છે કે દેશને જલ્દીથી વધુ વેક્સિન મળી જશે. આપને જણાવી દઇએ કે હાલમાં ભારત પાસે બે વેક્સિન ઉપલબ્ધ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment