દેશમાં ફરી એક વખત કોરોનાવાયરસ ની કહેર વધી રહ્યા છે.દેશના કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસ ના આંકડાઓ રેકોર્ડ તોડી રહ્યા છે.જેના કારણે રાજ્ય સરકારો દ્વારા વિવિધ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.કેટલીક જગ્યાઓ પર આંશિક લોકડાઉન પણ લગાવ્યું છે.
આ બધા વચ્ચે લોકોના મનમાં ફરીથી એક સવાલ ઊભો થયો છે કે શું દેશમાં ફરી વખત લોકડાઉન લાગુ થશે? દેશ હજુ ગયા વર્ષે લાગુ થયેલા લોકડાઉન ના ફટકા માંથી બહાર નથી આવ્યો.
તેવામાં ફરી એક વખત ગયા વર્ષે કરતાં પણ ખરાબ સ્થિતિ ઊભી થઈ રહી છે.જોતા લોકોના મનમાં ડર અને શંકા જાગે તે વાત સ્વભાવિક છે.જોકે આજ કેન્દ્ર સરકારે આ સવાલ નો જવાબ આપ્યો છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફરીથી લોકડાઉન વિશેના સવાલ ના જવાબ માં કહ્યુ કે દેશના જે રાજ્યોની અંદર કોરોના ના કેસો વધી રહ્યા છે.
અને તેમની સાથે અમે સતત સંપર્કમાં છે અને અમે તેનું નિરીક્ષણ કરીએ છીએ.જાવડેકરે જણાવ્યું કે ગયા વર્ષે આપણા બધા લોકોએ કોરોના મેનેજમેન્ટના ઉપાયો જોયા છે, તો આ વર્ષે પણ કોરોના મેનેજમેન્ટ સારી રીતે થશે.
તો તેનો ફેલાવો અટકાવી શકાશે. ટૂંકમાં એવું કહી શકાય કે સરકારે પણ હજુ લોકડાઉન અંગે કોઈ નિર્ણય કર્યા નથી.સરકાર દેશમાં કોરોનાવાયરસ ની સ્થિતિ પર નજર રાખી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment