કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે સોમવારે ખેડૂત આંદોલન અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે ખેડૂતો નું પ્રદર્શન હવે થોડાક સમયમાં પૂરું થઈ જશે, સરકાર દ્વારા તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને જો કે તેમને 26 મી જાન્યુઆરી એટલે કે.
આજરોજ યોજનારી ટ્રેક્ટર રેલી અંગે નિરાશા વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે ખેડૂતો કોઈ અન્ય દિવસ પણ પસંદ કરી શકતા હતા પરંતુ હવે તેઓએ જયારે નક્કી કરી લીધું છે, તેમને કહ્યું કે કોઈ દુર્ઘટના વગર શાંતિપૂર્ણ રીતે રેલી નું આયોજન કરવું તે ખેડૂતો અને પોલીસ તંત્ર માટે ચિંતાનો વિષય છે.
કૃષિ મંત્રીએ વધુમાં કહ્યું કે ખેડૂતોની સાથે 11 માં રાવણ ની ચર્ચા બાદ પણ સમાધાન નથી નીકળ્યો ત્યારે ખેડૂતોને કહ્યું કે દોઢ વર્ષ સુધી કાયદાનો અમલ રોકી દઈએ છીએ અને સુપ્રીમ કોર્ટે આ કાયદાને સ્થગિત કર્યા છે.
તો તેમને વિનંતી કરીશું કે થોડાક સમય આપે જેથી દેશ સમયમાં અમે લોકો ચર્ચા દ્વારા તેનો નિર્ણય લાવી શકીએ. તેઓએ વધારેમાં કહ્યું કે સરકાર ખેડૂતો અને કૃષિ બંનેના હિતો માટે પ્રતિબંદ્ધ છે.
પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ગત 6 વર્ષમાં ખેડૂતોની આવક વધારવા અને ખેતીમાં નવી ટેકનોલોજી લાવવા માટે અનેક પ્રકારની યોજના બનાવવામાં આવી છે.તેમને કહ્યું કે ખેડૂતોને તેમના ઉત્પાદનોનાં યોગ્ય ભાવ મળી શકે અને.
ખેડૂતો મોંઘા પાક તરફ વધુ આકર્ષિત થાય અને જ્યાં કાયદો બનાવવાની જરૂર હતી ત્યાં કાનૂન બનાવવામાં આવ્યો અને કેટલાક કાયદામાં પણ જરૂરિયાત પ્રમાણે બદલાવ કરાયો અને તેની પાછળ સરકાર અને પ્રધાનમંત્રી મોદી ની દાનત સાફ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment