આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક મહત્વનું નિવેદન આપ્યું. તમને કહ્યું કે રાજ્યમાં હવે કોરોનાનો કહેર ધીમો પડી ગયો છે અને કેસો પણ ધીમેધીમે ઘટતો જાય છે. મુખ્યમંત્રીએ રથયાત્રાને લઈને પણ નિવેદન આપતા કહ્યું કે આગામી સમયમાં કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને રથયાત્રા યોજવા માટે નિર્ણય લેવાઈ શકે છે.
ગયા વર્ષે અમદાવાદ શહેરમાં કોરોના કેસો ખૂબજ વધી રહ્યા હતા અને મૃત્યુના પ્રમાણમાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો હતો તે માટે રાજ્ય સરકારે રથયાત્રા ન યોજવાનો નિર્ણય કર્યો હતો.
રાજ્યમાં હવે અમદાવાદ શહેરમાં પણ ધીમે ધીમે કોરોના ના કેસો ઘટી રહ્યા છે અને રાજ્ય સરકારે ધાર્મિક સ્થળો પર પણ 50 ટકા અને ક્ષમતા સાથે શરૂ કરવાની છૂટ આપી છે.
રાજ્ય સરકાર દ્વારા પૂરતું સોશિયલ ડિસ્ટન્સ અને મર્યાદિત સંખ્યામાં લોકો ને રથયાત્રામાં સામેલ થવા માટેની મંજૂરી આપીને રથયાત્રા થઈ શકે તેવી શક્યતા છે. આ બાબતે રાજ્ય સરકાર આગામી દિવસોમાં જાહેરાત કરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં છૂટ આપી એનો મતલબ એમ નથી કે કોરોના નિયમોનું પાલન ન કરવું પરંતુ હજુ પણ કોરોનાથી સતર્ક રહેવું જોશે. અને કોરોના ના નિયમ પાલન ન કરનાર ને દંડ પાત્ર રકમ ભોગવવી પડશે.
સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે શહેરમાં રથયાત્રા અષાઢી બીજના દિવસે યોજાઈ શકે તેવી શક્યતા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે આ તમામ બાબતો પર આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે. કે શહેરમાં રથયાત્રાનું આયોજન કરવું કે ના કરવું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment