દિવાળીનો પર્વ ખૂબ જ નજીક આવી રહ્યો છે ત્યારે દિવાળી ઉપર લોકો ફટાકડા ફોડી અને આતશબાજી કરતા હોય છે. કોરોના મહામારી ના કારણે ઉત્સવોનું ઉત્સાહ પણ લોકોમાંથી ચાલ્યો ગયો હોય તેમ લાગે છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે જ રાજસ્થાન સરકારે દિવાળી ઉપર ફટાકડા ન ફોડવાની જાહેરાત કરી દીધી છે. કોરોના અંગેની સમીક્ષા બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યમાં ફટાકડા દિવાળી ઉપર.
વેચાણ અને આતશબાજી નહિ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.ફટાકડા માટે નીકળતા ઝેરી ધુમાડાના કારણે કોરોના સંક્રમિત થવા વાળી લોકોની બીમારીને કારણે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ફટાકડાની સાથે જ ફિટનેસ વગરના ધુમાડો કાઢવા વાળા વાહનો ઉપર પણ કડક કાર્યવાહી કરવાનો.
આદેશ આપવામાં આવ્યો છે.મુખ્યમંત્રી ગેહલોત એ કહ્યું કે કોરોના મહામારી ના ચુનોતી પૂર્ણ સમયમાં પ્રદેશ વાસીઓનાં જીવનની રક્ષા સરકાર માટે સર્વોપરી છે.
હજુ વાતાવરણમાં કોરોના છે. એવામાં દિવાળીમાં ફટાકડા ફોડતા તેનો ધુમાડાથી વાતાવરણ નથી ખરાબ થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!