જીએસટી રિટર્ન ને લઈને કેન્દ્રની મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગતે

Published on: 10:06 am, Sun, 25 October 20

કેન્દ્રની મોદી સરકારે દેશના લાખો વેપારીઓને મોટી રાહત આપતા નાણાકીય વર્ષ 2018-19 ના વાર્ષિક GSTR-9 અને સમાધાન વિવરણ GSTR-9c ભરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ત્મસે જણાવ્યું કે,જીએસટી રિટર્ન ભરવાની 31 ઓક્ટોબર 2020 થી વધારીને 31 ડિસેમ્બર 2020 કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે GSTR-9 એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ નોંધાયેલા કરદાતાઓ દ્વારા દાખલ કરાયેલા વાર્ષિક રિટર્ન છે.

જ્યારે GSTR-9 અને ઓડિટ કરેલા વાર્ષિક નાણાકીય નિવેદનો વચ્ચે સમાધાન નું નિવેદન છે.નિયમો અનુસાર જીએસટી રિટર્ન ફાઇલ કરવા માટે બે કરોડ સુધીના વાર્ષિક ટર્ન ઓવર વાળા તમામ ઉદ્યોગપતિઓ માટે ફરજીયાત છે.તે જ સમયે પાંચ કરોડ રૂપિયા સુધીના વાર્ષિક વ્યવસાય કરતાં વેપારીઓ માટે મહત્વનું નિવેદન રજુ કરવું જરૂરી છે.

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2020 માં વાર્ષિક જીએસટી રિટર્ન અને ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની સમયમર્યાદા વધારતા 31 ઓક્ટોબર 2020 કરી હતી. કેટલી જગ્યાઓ પર કોરોના ના કારણે.

સ્થિતિ સામાન્ય ન થતાં ફરી એકવાર આગામી બે મહિના સુધી વધારવામાં આવી છે. જેનાથી મોટાભાગના વેપારીઓને રાહત મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!