મહામારી ના સમય વચ્ચે રાજ્યની રૂપાણી સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. ગુજરાતમાં વધુ એક જ્ઞાતિ નો ઓબીસી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મારુ કુંભાર જ્ઞાતિ નો સમાવેશ હવે પછી ઓબીસી કેટેગરીમાં થયો છે.
ગીર સોમનાથ જિલ્લાના કુંભાર જ્ઞાતિ ની પેટા શાખા મારુ કુંભાર જેમના દસ્તાવેજોમાં દર્શાવ્યુ હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નેતૃત્વવાળી રાજ્ય સરકાર દરેક જ્ઞાતિ સમાજના વિકાસ માટે હંમેશા કટિબદ્ધ છે.
રાજ્ય સરકારે વધુ એક પ્રજાલક્ષી મહત્વનો નિર્ણય લઇ મારુ કુંભાર જાતિનો સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ની યાદીમાં સમાવેશ કર્યો છે.
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી પડતી હતી. જેને ધ્યાનમાં લઈને સરકારે આ કામગીરી નિવારણ લાવવા ના આદેશ કર્યા છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ યાદી કમાંક 99 ઉપર કુંભાર તથા તેમની પેટા જ્ઞાતિઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના કુંભાર જ્ઞાતિ ની પેટા શાખા મારુ કુંભાર જાતિના કેટલાક અરજદારો અને તેઓના દસ્તાવેજમાં મારુ કુંભાર દર્શાવેલ હોવાના કારણે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી પડતી હતી જે ધ્યાને આવતાં આજે સરકારે આ મુશ્કેલી સત્વરે દૂર કરવા વિભાગને આદેશ કર્યા હતા..
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment