દેશમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ભયાનક હતી અને બીજી લહેર માં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેવામાં દિલ્હીના મુખ્યમંત્રી એક મોટી જાહેરાત કરી કહ્યું કે જે લોકોનું કોરોના ના કારણે મૃત્યુ થયું હશે તે લોકોના પરિવારને દિલ્હી સરકાર તરફથી 50000 રૂપિયાની સહાય આપવામાં આવશે.
ઉપરાંત અરવિંદ કેજરીવાલે કહ્યું કે જે લોકોના કોરોના મૃત્યુ થયા છે તેના ઘરે સરકાર તરફથી કર્મચારીઓ જશે અને આ સહાયની રકમ આપશે. આ ઉપરાંત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બીજી બે મોટી જાહેરાતો કરી.
જે બાળકોના માતા-પિતા કોરોના મૃત્યુ પામ્યા છે તે બાળકને 25 વર્ષ સુધી દર મહિને અઢી હજાર રૂપિયાની સહાય દિલ્હી સરકાર તરફથી આપવામાં આવશે.
આ ઉપરાંત બાળકોને માતા-પિતાનું મૃત્યુ પહેલા જ થઈ ગયું છે તેને પણ 25 વર્ષ સુધી અઢી હજાર રૂપિયા આપવામાં આવશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે કોરોના ના કેટલાક લોકો એવા પણ મૃત્યુ પામ્યા છે કે જે ઘરમાં એક જ વ્યક્તિ કમાવા વાળો હોય એવા લોકોને પણ દર મહિને કેટલી રકમ આપવામાં આવશે.
તેમણે એ ન કહ્યું કે એવા લોકોના પરિવારને કેટલી રકમ આપવામાં આવશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે જે કર્મચારીઓ ઘરે કાગળ ચેક કરવા માટે આવશે.
તે તમારી કોઈપણ ખામી નહિ કાઢે કારણ કે તેમને પણ ખબર છે કે કોરોનાથી મોતને કારણે પરિવારજનો પહેલેથી જ દુઃખી છે. એવા સમયમાં તેઓ પરિવારજનોને પરેશાન નહીં કરે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment