હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં HDFC બેન્કમાં કામ કરતા એક કર્મચારીએ સુસાઇડ કરી લીધું છે. સુસાઇડના કેસમાં પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિની પત્ની અને સસરા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ ઘટના બુધવારના રોજ બપોરના સમયે હરિયાણાના અંબાલામાં બની હતી. અહીં એક 35 વર્ષના અતુલ નામના યુવકે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું.
અતુલે તેની પત્ની અને સસરાના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાલમાં તો પોલીસે મૃત્યુ પામેલા અતુલના ભાઈ ગૌરવના નિવેદનના આધારે કાર્યવાહી શરૂ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે અતુલ HDFC બેંકમાં લોન વિભાગમાં કામ કરતો હતો. અતુલના લગ્ન 2018માં 7 માર્ચના રોજ અનુરાધા નામની જ્યોતિ સાથે થયા હતા.
અનુરાધા પણ અગાઉ HDFC બેંકમાં નોકરી કરતી હતી. પછી તેને તે નોકરી છોડી દીધી હતી અને હવે તે AXIS બેંકમાં નોકરી કર્યા છે. મૃત્યુ પામેલા અતુલના ભાઈએ ગૌરવ એ જણાવ્યું કે, લગ્ન બાદ ભાઈ અને ભાભી વચ્ચે ઝઘડા ચાલતા રહેતા હતા. અનુરાધાના પિતાએ લોન લીધી હતી અને આ લોન અનુરાધા ભરતી હતી.
ઘણી વખત તો અનુરાધા લોન ચૂકવવા માટે બેંકના રોકડા રૂપિયા પણ ખર્ચી નાખતી હતી. જેના કારણે અતુલને બેંકના રોકડા રૂપિયા ચૂકવવા પડતા હતા. આ કારણથી બંને વચ્ચે ઝઘડો થતો હતો.જાણવા મળી રહ્યું છે કે જ્યારે ઝઘડો થતો ત્યારે અનુરાધા પોતાના પિયરમાં જતી રહેતી હતી.
પછી અતુલ અનુરાધાને એક-બે વાર મનાવીને ઘરે પણ લાવતો હતો. પરંતુ અનુરાધા ફરીથી અતુલ સાથે ઝઘડો કરીને પિયરમાં જતી રહેતી હતી. તેવું ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે અતુલે તેના સાસરિયાને દેવું ચૂકવવા માટે દોઢ લાખ રૂપિયા પણ આપ્યા હતા.
ગત 23 જુલાઈના રોજ અનુરાધા તેના બાળકો સાથે પિયરમાં જતી રહી હતી. ત્યાર પછી અનુરાધાના પિતાએ અતુલ સાથે ઘણી વખત દૂર વ્યવહાર કર્યો હતો અને તેનો જીવ લેવાની ધમકી આપી રહ્યા હતા અને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપતા હતા. જેના કારણે પોતાની પત્ની અને સસરાના ત્રાસથી કંટાળીને અતુલે ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment