બાઈક ટેક્સી ચલાવતા કર્મચારીનું રાત્રે અકસ્માતમાં કરુણ મોત… માતા-પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો…

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે શનિવારના રોજ રાત્રિના સમયે બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક બાઈક ચાલક યુવકનું કરુણ મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બન્યા બાદ બાઈક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

ત્યારબાદ તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. આ અકસ્માતની ઘટના ઇંદોરમાંથી સામે આવી રહી છે. રાત્રિના સમયે બાઈક ચાલક કલ્યાણ બિલમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે એમવાય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

યુવક પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો, જેના આધારે મૃત્યુ પામેલા યુવકની ઓળખ આકાશ શર્મા તરીકે થઈ છે. આકાશ શર્મા રેપીડો બાઈક ટેક્સી ચલાવતો હતો. જાણવા મળી રહ્યું છે કે, શનિવારના રોજ રાત્રિના સમયે આકાશના માતા-પિતા ઓમકારેશ્વર થી ઘરે આવ્યા હતા. તેમને ઘરે આવીને જોયું ત્યારે તેમનો દીકરો આકાશ ઘરે ન હતો.

જેથી પિતાએ પોતાના દીકરાને ફોન કર્યો હતો. ત્યારે પિતાને ફોન પર જાણવા મળ્યું કે તેમના દીકરાનું મૃતદેહ એમવાય હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે. આકાશના મોતના સમાચાર મળતા જ માતા પિતા ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. આકાશના પિતાના કહેવા મુજબ આકાશ તેમનો એકનો એક દીકરો હતો.

આકાશ ના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા. તે પહેલા એક બેંકમાં નોકરી કરતો હતો. પરંતુ ત્યાંથી નોકરી છૂટી જતા તે રેપીડોમાં બાઈક ટેક્સી ચલાવતો હતો. આકાશનો અકસ્માત કયા કારણોસર થયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરિવારના સભ્યોએ આકાશના અકસ્માત અંગે શંકા વ્યક્ત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*