રાજકોટમાં રોડ પર ચાલતી એક ઇકો કાર અચાનક 3 થી 4 પલટી ખાઈ ગઈ – જુઓ લાઇવ અકસ્માત નો વિડીયો

91

રાજ્યમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રાજકોટની એક ચોંકાવનારી અકસ્માતની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં બુધવારના રોજ સારો એવો વરસાદી માહોલ જામ્યો હતો.

ભારે વરસાદના કારણે રાજકોટ-સોમનાથ હાઇવે પર વાહન ચાલકો ખૂબ જ ધીમે વાહન ચલાવી રહ્યા હતા. ત્યારે રાજકોટની અકસ્માતની એક સીસીટીવી ફૂટેજ સામે આવી છે.

મળતી માહિતી મુજબ રોડ ચાલતી એક ઇક્કો કાર અચાનક ત્રણથી ચાર વખત પલટી ખાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ રાજકોટ પડધરી બાયપાસ રોડ પર ઇકો કારની અકસ્માતનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ સમય વીડિયોમાં જોઈ શકો છો કે રોડ પર ચાલતી એક ઇકો કાર અચાનક પલટી ખાઇ ગઇ હતી. અને આ સમગ્ર ઘટનાને વિડીયો બાયપાસ રોડ પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ ના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.

વિડીયો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો કે આવું કેવી રીતે બન્યું. મળતી માહિતી મુજબ આ ઘટનામાં કાર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી અને કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.

જેમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે અને ભારે વરસાદના કારણે દિવસે ને દિવસે આવી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!