એક ઓડી કાર અચાનક ટકરાય વીજળીના થાંભલા સાથે, અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ…

Published on: 10:52 am, Tue, 31 August 21

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ એક જણાની બેદરકારીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હશે. ત્યારે તેવી ઘટના સામે આવી છે. કર્ણાટકના બેંગ્લોરમાં મોડી રાત્રે એક અકસ્માત થયું હતું.

મળતી માહિતી અનુસાર એક ઓડી કાર ફૂલ ઝડપે વીજળીના થાંભલા સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુ પામેલા સાત લોકો કારની અંદર સવાર હતા.

ઓડી કારે થાંભલા સાથે એટલી જબરદસ્ત ટક્કર લીધી હતી કે કારનો ભાંગીને ભુક્કો થઈ ગયો છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત રાત્રે 1 વાગ્યાની આસપાસ થયો હતો.

મળતી માહિતી અનુસાર અકસ્માત બેંગ્લોર શહેરના કોરમગલામાં થયું હતું. મળતી માહિતી અનુસાર ઓડી કાર Q3 મોડલ હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં સાત લોકોના મૃત્યુ થયા છે.

6 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે એક યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઇ જઇ વખતે રસ્તામાં જ મૃત્યુ થયું છે. આ અકસ્માતમાં 4 પુરુષો અને 3 મહિલાઓ અકસ્માતનો ભોગ બન્યા છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના નામ સામે આવ્યા છે. ઉત્સવ, રોહિત, બિંદુ, અજય ગોયલ, ઈશાન, કરુણા સાગર, ડોક્ટર ઘનાસુ ના મૃત્યુ અકસ્માતમાં થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!