સુરતમાં લૂમ્સના ખાતામાં કામ કરતા કારીગરનું રિબાઈ રિબાઈને મોત, અચાનક જ કારીગર સાથે કંઈક એવું બન્યું કે… જુઓ મોતનો હચમચાવી દેતો વિડિયો…

Published on: 3:32 pm, Mon, 8 May 23

સુરત(Surat): શહેરમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. અહીં પાંડેસરાના(Pandesara) બમરોલીમાં(Bamroli) લુમ્સના(looms) ખાતામાં કામ કરતા એક કારીગરના મોતનો વિડીયો સામે આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર કારખાનામાં કામ કરતી વખતે કારીગરને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આ કારણોસર કારીગર કરુણ મૃત્યુ થયું હતું.

સમગ્ર ઘટના ખાતામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. વિગતવાર વાત કરીએ તો સુરતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે.

ત્યારે વધુ એક આવી ઘટના બનતા ચારેય બાજુ ચકચાર મચી જવા પામી છે. આ ઘટના સુરતના પાંડેસરા બમરોલી વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલમાં લૂમ્સના ખાતામાં કામ કરી રહેલા એક કર્મચારી સાથે બની હતી. કર્મચારીને કામ કરતી વખતે જોરદાર વીજ કરંટ લાગતા મોતને ભેટી ગયો છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા કર્મચારીનું નામ દિપક પાટીલ હતું તેવું કહેવામાં આવી રહ્યો છે અને તેની ઉંમર 30 થી 35 વર્ષ વચ્ચેની છે. દીપક પાટીલ પાંડેસરા વિસ્તારમાં આવેલા શિવાજી નગરમાં રહેતો હતો. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે બીજી બાજુ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે દિપક લુમ્સના ખાતામાં કામ કરતો નજરે પડી રહ્યો છે.

આ દરમિયાન દિપક પાવર પ્લગ પાસે પહોંચે છે અને ત્યાં પાવર પ્લગમાં જોડાયેલી ઈસ્ત્રી પોતાના હાથમાં લે છે. ઈસ્ત્રી હાથમાં લેતા જ દિપકને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તે ત્યાં જ જમીન પર ઢળી પડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો