ગુસ્સામાં ભરાયેલા વેપારીએ 5 વર્ષના દીકરાનો જીવ લઈને, ગામની બહાર ઝાડ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… જાણો એવું તો શું બન્યું હશે…

આજરોજ સવારના સમયે બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક વેપારીએ તેની પત્ની અને બે બાળકો ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. જેના કારણે 5 વર્ષના બાળકનું મોત થઈ ગયું હતું. જ્યારે પત્નીની હાલત હાલમાં નાજુક છે. પત્ની અને બાળકો ઉપર જીવલેણ પ્રહાર કર્યા બાદ આરોપી વેપારીએ ગામની બહાર ઝાડ પર લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે વેપારીને બિઝનેસમાં નુકસાની ગઈ હતી. ત્યારબાદ તે ખૂબ જ પરેશાન રહેતો હતો. વેપારીની એક સુસાઇડ નોટ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

જેમાં વેપારીએ લખ્યું હતું કે તેનું જીવન ખતમ થઈ ગયું છે. જેના કારણે તે પરિવાર સાથે સુસાઇડ કરી રહ્યો છે, મારી પાસે કોઈ પણ વિકલ્પ નથી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 35 વર્ષીય દિનેશ યાદવ નામના વ્યક્તિની શનિવારના રોજ રાત્રિના સમયે તેની પત્ની સાથે કોઈ વાતને લઈને ઝઘડો થઈ ગયો હતો.

ઝઘડો થઈ ગયા બાદ આસપાસના લોકો બંનેને સાંજ પડાવવા માટે આવ્યા હતા. ત્યારે આજરોજ વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ દિનેશ અને તેની પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ફરી ઝઘડો થયો હતો. બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે, ગુસ્સામાં ભરાયેલા દિનેશે ઘરમાં રાખેલી ધારદાર વસ્તુ લઈને પોતાની પત્ની ઉપર પ્રહાર કર્યા હતા,

આ ઘટનામાં તેની પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ દિનેશે ઊંઘમાં સૂતેલા 5 વર્ષના બાળકનું દબાવીને તેનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતા જ ઘરના પરિવારના સભ્યો જાગી ગયા હતા. આ દરમિયાન ગુસ્સામાં ભરાયેલા દિનેશે અન્ય પરિવારના સભ્યો ઉપર પણ પ્રહાર કર્યા હતા. એટલામાં તો આસપાસના લોકો આવી ગયા હતા, ત્યારબાદ દિનેશ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પોતાના દીકરાનો જીવ લીધા બાદ દિનેશ ઘરથી 200 મીટર દૂર ગામની બહાર એક ઝાડ પર લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલી બાળક અને તેની માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*