રાજ્યમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર બગસરા જેતપુર બાયપાસ નજીક બે બાઇક અને કાર વચ્ચે ટક્કર થતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેઓની સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ગઈકાલે બગસરા જેતપુર બાયપાસ નજીક સાંજના સમયે બની હતી.
માણેકવાડા તરફથી આવી રહેલું કારચાલકે બગસરા થી માણેકવાડ તરફ જઇ રહેલા બે બાઇક સવારોને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતમાં 40 વર્ષના લખુભાઇ દેવશીભાઈ સતાસિયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
જ્યારે લખુભાઇ ના પત્ની વર્ષાબેન તેમજ 35 વર્ષીય મનસુખભાઈ અને મનસુખભાઈ નો 6 વર્ષનો પુત્ર દીપ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બન્યા બાદ તેઓને તાત્કાલીક સારવાર માટે બગસરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી રિફર કરી દેવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. આ અકસ્માતમાં કારના આગળના ભાગે મોટું નુકસાન થયું હતું.
ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાર ચાલક ભૂમિત નાગજીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment