બસ સાથે ફુલ ઝડપથી આવતી કારની ટક્કર થતા અકસ્માત સર્જાયો, આગ લાગવાના કારણે કારમાં સવાર 5 લોકોના મૃત્યુ..

Published on: 3:26 pm, Wed, 15 September 21

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. અત્યાર સુધીમાં અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ઝારખંડના ધનબાદ-રાંચી આજરોજ એક અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ અકસ્માતમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ હાઈવે રોડ પર એક કાર રોંગ સાઇડમાં આવી ને બસને ટક્કર લગાવી હતી. બસ અને કાર વચ્ચે અકસ્માત થતા આગ લાગી ગઈ હતી. જે કારણોસર બસમાં સવાર તમામ લોકો બારીમાંથી કૂદીને ભાગી ગયા હતા.

અને કારમાં સવાર છ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. ઘટનાની જાણ કરતા પોલીસ અને આયુર્વેદ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. હજુ પણ મૃત્યુ પામેલા લોકોની કોઈ ઓળખતું નથી.

મળતી માહિતી મુજબ મહારાજ બસ ધનબાદથી રાંચી તરફ જઈ રહી હતી ત્યારે અચાનક જ રાંચી તરફથી આવતી એક ફૂલ ઝડપી કારે બસને ટક્કર લગાવી હતી. બસ ડ્રાઈવરે કાર ચાલકને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ પોતાનો પ્રયત્ન સફળ ન રહ્યો અને બસ અને કાર વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો.

અકસ્માતમાં કારમાં આગ લાગી ગઈ હતી તે કારણોસર કારમાં બેઠેલા પાંચ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે બસ અને કાર વચ્ચે અકસ્માત થયું ત્યારે બસમાં સવાર લોકો બારીમાંથી કૂદીને બહાર નીકળી ગયા હતા.

પરંતુ કારમાં સવાર લોકોને ઘરમાંથી બહાર નીકળવાની તક જ ન મળી અને આગ લાગવાના કારણે કારમાં સવાર પાંચ લોકોના મૃત્યુ થઈ ગયા હતા. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ દ્વારા મૃત્યુ પામેલા લોકોની ઓળખ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!