રણુજાથી દર્શન કરીને પરત ફરતી વખતે કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયો અકસ્માત, એક સાથે 4 મિત્રોના મૃત્યુ…

Published on: 12:14 pm, Fri, 1 October 21

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ખેડા જિલ્લાના કપડવંજ મોડાસા રોડ પરની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અકસ્માત વહેલી સવારે થયો હતો અકસ્માતમાં 4 મિત્રોએ એક સાથે પોતાના જીવ ગુમાવ્યા હતા.

મળતી માહિતી અનુસાર કપડવંજ ગામ પોલીસની હદમાં આવતા કપડવંજ મોડાસા રોડ પર કાવથ પાસે શુક્રવારના રોજ વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. અહી પસાર થતો RJ 06 GB 1433 નંબરના આઈસર ટ્રક અને GJ 07 DA 8381 નંબરની કાર વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં કારનો ભાંગીને ભૂકો થઇ ગયો હતો. અને અકસ્માત બાદ ટ્રકચાલક ઘટનાસ્થળે જ ટ્રક મૂકીને ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો. અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં કાર સવાર 5 મિત્રોમાંથી 4 લોકોના તો ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.

આ ઉપરાંત દિલીપભાઈ અભયસિંહ સોલંકી(ઉંમર 29 વર્ષ) નામના વ્યક્તિને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ બંને વાહન એટલી સ્પીડમાં હતા અને ઓવરટેક કરતી વખતે અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર પાંચેય મિત્રો રણુજાથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનું અકસ્માત થયું હતું. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ મૃતદેહ તેના પરિવારને સોંપી દેવામાં આવ્યા હતા. અકસ્માતમાં રમેશ મોતીભાઈ ઝાલા (ઉંમર 55 વર્ષ), મહેશ રવજીભાઈ ઝાલા (ઉંમર 48 વર્ષ), નરેન્દ્રભાઈ નાનાભાઈ રાઠોડ (ઉંમર 35 વર્ષ), શૈલેષ કેદરસિંહ રાઠોડ (ઉંમર 33 વર્ષ) ના મૃત્યુ થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!