પેટ્રોલ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત, અકસ્માત થતા ટ્રકમાં લાગી આગ પછી થયું એવું કે…જુઓ વિડિયો…

84

ગુજરાતમાં અકસ્માતની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે રાજકોટ અને અમદાવાદ હાઈવે પર સાત હનુમાન મંદિર નજીક ભરેલુ ટેન્કર અને સિમેન્ટ ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત થયું છે. આ અકસ્માત દરમિયાન ટ્રકમાં આગ લાગે ઉઠી છે.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર બ્રીગેડ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. તાત્કાલિક ટ્રક પર પાણી નાખીને આગને બુઝાવવામાં આવી હતી. તેમજ ટ્રક ચાલકને ઇજા પહોંચી હતી એના કારણે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

ત્યારે મળતી માહિતી મુજબ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. ટ્રકમાં ટ્રક ચાલક સાથે તેમનો પુત્ર પણ હતો તેનો જીવ બચી ગયો છે.

આ ઉપરાંત પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી મુજબ ગુરુવારે રાત્રે રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા ગામ નજીક સાત હનુમાન મંદિર પાસે ટ્રક અને પેટ્રોલ ભરેલા એક ટેન્કર નો અકસ્માત થયું હતું.

અકસ્માતની જાણ થતા રાજકોટ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલક છગનભાઈ મકવાણા ઇજાગ્રસ્ત થયા હતા.

અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. અકસ્માતના કારણે થોડાક સમય માટે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!