પોરબંદરના કુછડી ગામ નજીક દરિયા કિનારે બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં સેલ્ફી લેતી વખતે જામનગરના પરિવારની બે મહિલાઓ અને એક આઠ વર્ષનો બાળક દરિયામાં તણાઈ ગયા હતા. ત્યારે પરિવારના અન્ય સભ્યોએ બંને મહિલાઓને બચાવી લીધી હતી. પરંતુ પરિવારના સભ્યો બાળકને બચાવી શક્યા ન હતા.
દરિયાના ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે બાળકનું કરૂણ મૃત્યુ નિપજયુ છે. મળતી માહિતી અનુસાર પોરબંદરના દરિયાકિનારે જામનગરનો પરિવાર કરવા માટે આવ્યો હતો. આ દરમિયાન પરિવાર દરિયાકિનારે સેલ્ફી લઈ રહ્યું હતું. ત્યારે અચાનક જ દરિયામાં મોજાં દુકાને આવતાં બે મહિલાઓ સહિત એક બાળક દરિયામાં તણાઈ ગયા હતા.
પરિવારે બે મહિલાઓને બચાવી લીધી હતી. પરંતુ 8 વર્ષીય ધ્રુવ અલ્પેશ ત્રિવેદી નામના બાળકને બચાવી શક્યા ન હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમ અને પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા બંને ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ફાયર વિભાગની ટીમે દરિયામાં ધ્રુવની શોધખોળ શરૂ કરી હતી.
ત્યારે સોમવારના રોજ મોડી રાત્રે ફાયર વિભાગની ટીમને બાળકનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર રાત્રે અઢી વાગ્યાની આસપાસ દરિયામાંથી ફાયર વિભાગની ટીમને ધ્રુવ મૃતદેહ મળી આવ્યું હતું. ત્યાર બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. આઠ વર્ષના દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ગોપીબેન અલ્પેશ ત્રિવેદી તથા આવનારી દિનેશ પુરોહિત પણ દરિયામાં ડૂબ્યા હતા પરંતુ તેમનો બચાવ કરી લેવામાં આવ્યો હતો.
તેમની તબિયત લથડતા તેમને 108ની મદદથી પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પરિવારની નજર સામે આઠ વર્ષનો બાળક દરિયામાં ડૂબી ગયું હતું. બાળકનું મૃતદેહ મળી આવતા જ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment