પોરબંદરમાં શેરીમાં રમતા 8 વર્ષના માસુમ બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે… સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે પોરબંદરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પોરબંદરના નવા કુંભારવાડા શેરી નંબર 32માં એક બાળકનું રમતી વખતે દર્દનાક મોત થયું છે. બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સ્થાનિક લોકોનું નિવેદન લઈને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે, માસુમ બાળક જ્યારે રમતો હતો. ત્યારે તેની પર અચાનક જ વીજપોલ ધરાસાઈ થયો હતો. આ કારણોસર તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું કરુણ મોત થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ વીજ તંત્રની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા 8 વર્ષના માસુમ બાળકોનું નામ પ્રતાપ વિજયભાઈ ચુડાસમા હતું. પ્રતાપ શેરીમાં રમી રહ્યો હતો ત્યારે અચાનક જ તેની સાથે આ ઘટના બની હતી અને તેનું મોત થઈ ગયું હતું. માત્ર આઠ વર્ષના દીકરા નું મોત થતા જ દીકરાના પરિવારજનોને આસપાસના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોએ જણાવ્યું કે, પીજીવીસીએલ તંત્રને આ થાંભલો પડશે તેવી ભીંત સાથે ત્રણ વખત રજૂઆત કરી હતી. ત્યારબાદ કેટલાક કર્મચારીઓ ઘટના સ્થળે આવીને નિરીક્ષણ કરીને ગયા હતા અને થાંભલો બરાબર છે, પડશે નહીં તેવું જણાવીને જતા રહ્યા હતા. પરંતુ તે થાંભલાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર ઘટના બની તેના બીજા દિવસે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ પોલીસે સ્થાનિક લોકોના નિવેદન લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મૃત્યુ પામેલા બાળકના પરિવારજનોએ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને આ ઘટનાની પાછળ જવાબદાર લોકોને કડકમાં કડક સજા મળે તેવી પણ માંગ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*