દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં શનિવારના રોજ રાત્રે એક રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીનો પગ લપસી જતા તે નીચે પડ્યો હતો. નીચે પડતા જ તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
ત્યારબાદ કર્મચારીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં હાજર ડોક્ટરે કર્મચારીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મોત ના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. આ દુઃખદ ઘટના ઇંદોરના વિજયનગર વિસ્તારમાંથી સામે આવી રહી છે.
મૃત્યુ પામેલા કર્મચારીનું નામ રવિ હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી. શનિવારના રોજ રાત્રિના સમયે રવિ રેસ્ટોરન્ટમાં કામ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ તે ત્યાં પડી ગયો હતો અને પછી તેનું મોત થઈ ગયું હતું. સમગ્ર ઘટના રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે રાત્રે લગભગ 11:30 વાગ્યાની આસપાસ રેસ્ટોરન્ટ બંધ કરવાનું હતું એટલે રવિ બધો સામાન અંદર લેતો હતો.
રેસ્ટોરન્ટમાં કામ કરતા 18 વર્ષના યુવકનું અચાનક જ કરુણ મોત… જુઓ મોતનો લાઈવ વિડિયો… pic.twitter.com/ELhy2buJWK
— GUJJU ROCKZ (@gujju_rockz) September 10, 2023
રવિ જ્યારે એક ટેબલ હટાવી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેનો પગ લપસ્યો હતો અને તે નીચે પડ્યો હતો. આ ઘટનામાં રવિના માથાના ભાગે ઇજા પહોંચી હતી. જેથી તે ઘટના સ્થળે જ બેભાન થઈ ગયો હતો. પછી રવિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે રવિને મૃત જાહેર કર્યો હતો.
રવિના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. પરિવારજનોનું કહેવું છે કે, રવિ જે રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો તેની સામે આવેલી બોમ્બે હોસ્પિટલમાં લઈ જવાની જગ્યાએ રવિને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જેના કારણે તેનું મોત થઈ ગયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment