મજૂરી કામ કરવા ગયેલા 18 વર્ષના યુવકને ઝડપી કાર ચાલકે કચડી નાખ્યો… યુવકનું ઘટનાસ્થળે રિબાઈ રિબાઈને મોત…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ અકસ્માતની ઘટના હરિયાણામાંથી સામે આવી રહી છે.

અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકની ઉંમર 18 વર્ષની હતી અને તેનું નામ અરુણ હતું જાણવા મળી રહ્યું છે કે, અરુણ 10 દિવસ પહેલા હરિયાણાના મહેન્દ્રગઢમાં મજૂરી કામ કરવા માટે કરવા માટે ગયો હતો. મંગળવારના રોજ તે અન્ય મજૂરો સાથે ટ્રકમાં મુસાફરી કરી રહ્યો હતો.

ત્યારે ટ્રકના ચાલકે ટ્રક રોડના કિનારે ઉભો રાખ્યો હતો. ત્યાર પછી અરુણ ટ્રકમાંથી નીચે ઉતરે છે અને ટ્રકની પાછળ જઈને ટ્રકની ઉપર બાંધેલી તાડપત્રી સરખી કરતો હતો. ત્યારે અચાનક જ પાછળથી આવી રહેલા એક ઝડપી કારે અરુણને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અરુણ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થઈ ગયું હતું.

આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર લોકોનું પણ ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી.

ત્યારબાદ અરુણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. માત્ર 18 વર્ષના દીકરાનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*