આજકાલે દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક વિદ્યાર્થીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જીપ ગાડીની ઉપર બેઠેલો વિદ્યાર્થી નીચે પડી ગયો હતો, આ કારણોસર તેનું કારણ મૃત્યુ નીપજ્યું હતું.
જીપ કાર ચાલકે અચાનક બ્રેક લગાવી હતી, તેના કારણે ઉપર બેઠેલો વિદ્યાર્થી ત્યાંથી રોડ પર પડ્યો હતો. જેના કારણે વિદ્યાર્થીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચે હતી. આ કારણસર તેનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ ખુશીરામ હતું અને તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી. દીકરાનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના અલવરના થાનાગાજીમાં બની હતી. બધી માહિતી અનુસાર ખુશીરામ કોચિંગ ક્લાસ માંથી ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન તે એક જીપ કારની છત પર બેઠો હતો. ત્યારે ત્યારે જીપ કારચાલક અચાનક બ્રેક મારે છે જેના કારણે છત પર બેઠેલો 18 વર્ષીય ખુશીરામ રોડ પર પડે છે.
આ ઘટનામાં માથાના ભાગે ખુશીરામને ગંભીર ઇજા પહોંચતી હતી. તેથી તેનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર ખુશીરામ પોલીસ અને આર્મી ભરતી માટે કોચિંગ કરી રહ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોનું કહેવું છે કે, જીપ ચાલકે જીપની ક્ષમતા કરતા પણ વધારે લોકોને જીપની અંદર બેસાડ્યા હતા.
આટલું જ નહીં પરંતુ જીપની ઉપર પણ લોકોને બેસાડ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના બન્યા બાદ જીપ ચાલક ઘટના સ્થળે જીપ મૂકીને ભાગી ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment